નાનપણથી જ સાહિત્યનો શોખ કવિતા,ગીત,ગઝલ વાંચવાનું,રાષ્ટ્રિયભાવના વાળા લેખો લખવાનું ને જે ગમે તે
ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી.ઈશ્વરકૃપાથી લખતી ગઈ અને "ગુજરાતસમાચાર" માં આવતી કવિતાને
જોઈને આનંદ પામતી.લગ્નપછી સંસ્કારી ઘરમાં મહેશજી નો ખુબ સહકાર મળ્યો.છેલ્લા ૩5 વર્ષથી શિકાગો ખાતે
ગૃહપ્રવેશ કર્યા પછી પણ ગુજરાતી ભાષાનો પ્રેમ કદીય ન ઘટ્યો, વધુ મજ્બુત બન્યો છે તેનો આનંદ છે.
પ્રોત્સાહન ને મોકો જાણે મળી ગયો. ગુજરાતી ને હિન્દી માં લખતી રહી.ડ્રોઈંગ કરવાનો પણ એટલો
જ શોખ..તે પણ પુરો કરુ છું વાઈનબોટલ, ફ્લાવરવેઝિઝ , મોટી ડેકોરેટીવ પ્લેટ્સવગેરે ફ્રી હેન્ડ પેઇન્ટ કરુંછું...
પપ્પાનો થોડો વારસો મળ્યો છે ને..!!
"ગગને પુનમનો ચાંદ" પુસ્તક રુપે જન્મી મારી કવિતાઓ..જેને બિરદાવી "ગુજરાત દર્પણે", "કેસુડા. કોમ"
શ્રી કિશોરભાઈ રાવલે ખુબ સહકાર આપ્યો,શિકાગો બ્રહ્મસ્માજના ન્યુઝલેટરમાં પણ મારી પુર્તિ પ્રગટતી રહી.
."ટહુકા" માં શ્રીમતી જયશ્રીબેને પણ વધાવી લીધી છે ને ટહુકાનું બંધાણ ને જોડાણ મજબુત બન્યું છે...
ત્યારેશ્રી ચિરાગભાઈઝા એ એમની"ઝાઝી.કોમ" માં મને અગ્રસ્થાન દીધું છે..સૌનો ખુબ ખુબ આભાર માનું છું. આખરે
નવરાત્રીના શુભપર્વ "ગગને પુનમનો ચાંદ" ને"મારો સોનાનો ઘડૂલો રે ...."નો જન્મ થયો છે.આશા રાખું કેગુજરાતી સાહિત્ય
પ્રેમીઓને મારો આ પ્રયાસ ગમશે અને નવી પેઢીમાંથી વિલુપ્ત થતી જતી માતૃભાષાને બળ મળશે.
આસાઈટ કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવોનો મને ઈંતજાર રહેશે.. આ ઉપરાંત સહર્ષ પ્રસ્તુત કરું છું મારી ૩ ઇ-બુક્સ
Publisher : Onlinegatha
Edition : 1
ISBN : 978-93-85818-15-8
Number of Pages : 130
Weight : 140 gm
Binding Type : Ebook , Paperback
Paper Type : Cream Paper(70 GSM)
Language : Hindi
Category : Novel
Uploaded On : December 10,2015
Partners
:
scribd ,
Smashwords ,
Flipkart ,
shopclues ,
google play ,
ezebee.com ,
Kobo ,
Amazon
અક્ષરો જગાડે ને કવિ સંબેલન માં મજા કરાવે ત્યારે દર વિકે જનફરિયાદ માં આવતી કવિતા તો રમતા રમતા લખાઈ જાય. ને દિલ કૂદકા મારે વાર્તાના પંથે ત્યારે માનનીય શ્રીમતી નિમિષાબેન દલાલ ની વાર્તાકૂચમાં જોડાઈ ને હરખપદૂડુ હરખાઈ જાય. એક ટ્રાયલદિલ દઈ કરું નાનેરો પ્રયાસ...સાથે નોતરી છે થોડી સખીઓને...બહેનો જ છે મારી...મારું નામ રેખા શુક્લ છે શિકાગો માં ઘર વસાવ્યું છે ,દેશ લોહીમાં વસે છે ભલે ને ૩૫ વર્ષ થયા.. મારા સ્વરછ ભારત ને છોડ્યા ને. કવિતા ને ટૂંકી વાર્તા લખવી ને વાંચવાનો શોખ છે. જૂના ગીતો ગાવા નો મહાવરો છે,અંતાક્ષરી નો મળે લાભ તો મજા આવે છે. ડેકોરેટીવ પ્લેટ્સ-ફ્લાવર વેઝીસ- વાઈન બોટલ્સ વગેરે ને ઝીણી ફ્રીહેન્ડ ડીઝાઈન માં પેઈન્ટ કરવાનો ક્રેઝ છે...માત્ર ગીફ્ટ રૂપે ઘરું છું !